FIR Against Actor Shreyas Talpade: ‘ધ લોની અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કોઓપરેટિવ સોસાઇટી લિમિટેડ’ (LUCC) કંપની પર રોકાણના કરોડો રૂપિયાની ચાંઉ કરી જવાનો લાગ્યો છે. લોકોને રકમ બમણી કરવા તેમજ અન્ય બચત યોજનાઓમાં વધુ લાભની લાલચ આપવામાં આવી હતી. રૂપિયા પરત માંગવા પર કંપનીના લોકો તાળું મારીને ફરાર થઈ ગયાં. પીડિતોના જણાવ્યા અનુસાર, કંપની જણાવતી હતી કે, એક્ટર શ્રેયસ તલપડે અને આલોકનાથ પણ તેમની સાથે જોડાયા છે. પોલીસે શ્રેયસ તલપડે અને કંપનીના ચેરમેન સમીર અગ્રવાલ સહિત 15 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તપાસ દરમિયાન શ્રેયસ તલપડેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેણે ફોન ન ઉઠાવ્યો. કંપનીના લોકોના ફોન પણ સ્વિચ ઑફ છે.
‘એક કા ડબલ’ની લાલચ આપી રૂપિયા પડાવતા
પીડિત નારાયણ દાસે જણાવ્યું કે, લલિત વિશ્વકર્માએ આશરે 10 વર્ષ પહેલાં પોતાના મકાનમાં LUCCની ઓફિસ ખોલી હતી. કંપની સાગા ગ્રુપ સાથે જોડાયેલી છે અને ગાઝિયાબાદથી તેનું સંચાલન થાય છે. આ અનેક રાજ્યોમાં કામ કરે છે. મુંબઈ નિવાસી સમીર અગ્રવાલ સાગા કંપનીના ચેરમેન છે. લલિત ખુદને મેનેજર જણાવતો હતો અને તેની સાથે ડાલચંદ્ર કુશવાહા, કમલ રૈકવાર વગેરે એજન્ટ હતાં. કંપનીના લોકો અલગ-અલગ યોજનાઓમાં રકમ બમણી કરવા, નફામાં વધારો કરવાની વાત કહીને રૂપિયા જમા કરાવતા હતાં.
આ પણ વાંચોઃ ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી
100-100 રૂપિયા કરીને દોઢ લાખથી વધુ જમા કરાવ્યા
પીડિતોમાં બાઇક મિકેનિક ઈશાન પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે, 100-100 રૂપિયા કરીને આશરે દોઢ લાખથી વધારે રૂપિયા જમા કરાવ્યા હતાં. કંપનીમાં એક્ટર શ્રેયસ તલપડે તેમજ આલોક નાથ જેવા ચહેરા જોડાયા તો તેમને વિશ્વાસ થઈ ગયો હતો. તેથી, અન્ય લોકો સાથે સાતથી આઠ લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં. પીડિત નારાયણદાસે જણાવ્યું કે, તેમને બે વર્ષમાં 1.75 લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં.
આ સાથે જ લખનના ફિક્સ ડિપોઝિટમાં 20 હજાર, પ્રકાશ તેમજ કિશોરના એક-એક લાખ, રમેશ અગ્રવાલના 78 હજાર, બૃજગોપાલ વિશ્વકર્માએ 2.50 લાખ, મહેશચંદ્રના 60 હજાર, તુલસી કુશવાહાના 1.36 લાખ, મહેક રાઈનના 2.16 લાખ સહિત મોટી સંખ્યામાં લોકો અલગ-અલગ યોજનાઓમાં રૂપિયા જમા કરાવ્યા. સાત મહિના પહેલાં શ્રીનગર સ્થિત ઑફિસ પણ બંધ થઈ ગઈ. આરોપીના ફોન પણ સ્વિચ ઑફ થઈ ગયાં છે.
આ પણ વાંચોઃ એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો
આ લોકો પર થયા કેસ
મહારાષ્ટ્રના રહેવાસી ચેરમેન સમીર અગ્રવાલ, પત્ની સાનિયા અગ્રવાલ, સંજય મુદગિલ, શ્રેયસ તલપડે, લલિત વિશ્વકર્મા, ડાલચંદ્ર કુશવાહા, સુનીલ વિશ્વકર્મા, સચિન રૈકવાર, કમલ રૈકવાર, સુનીલ રૈકવાર, મહેશ રૈકવાર, મોહન કુશવાહા, જીતેન્દ્ર નામદેવ તેમજ નારાયણ સિંહ રાજપૂતના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.