Jamnagar Gambling Raid : જામનગર શહેર અને જોડિયામાં પોલીસે જુગારના બે દરોડા પાડ્યા હતા અને ગંજીપાના વડે જુગાર રમતા 12 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી અડધા લાખ જેવી રોકડ રકમ કબ્જે કરી છે.
જામનગરમાં તિરુપતિ પાર્કમાં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પડ્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા નજીર અબ્દુલ શેખ, હાજી હુસેન સિપાઈ સહિત 8 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂ.45100 ની રોકડ કબ્જે કરી છે.
આ ઉપરાંત જોડિયા નજીક આવેલ સરકારી મંડળી પાસે ગંજીપના વડે જુગાર રમતા સીદીક હુસેનભાઈ વાઘેર, સિકંદર ઇસ્માઇલ વાઘેર, અકરમ હમીદભાઈ રાધા અને રમજાન હુસેન રાધા નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂ.3240 ની રોકડ રકમ કબ્જે કરી છે.