Rain in Gujarat: ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 115.10 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા છે. નવરાત્રિના તહેવાર સમયે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આજે સોમવારે (29 સપ્ટેમ્બર) રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ વરસાદ થયો છે.
છેલ્લા 12 કલાકમાં 100 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સોમવારે (29 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના કેસોદમાં 2 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં 1.93 ઇંચ, તલાલામાં 1.89 ઇંચ, જૂનાગઢના માળીયા-હાટીનામાં 1.85 ઇંચ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને સુત્રાપાડા અને કોડિનારમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: આવતીકાલે 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો