Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં લાલુ યાદવ પરિવારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જ્યારથી લાલુના પુત્ર તેજ પ્રતાપને રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી હાંકી કાઢવામાં આવ્યા છે, ત્યારથી તેઓ પિતા લાલુ અને ભાઈ તેજસ્વીની મુશ્કેલી વધારી રહ્યા છે. તાજેતરમાં જ તેજ પ્રતાપે તેજસ્વીને પડકાર ફેંક્યો છે.
…તો જ હું તેજસ્વીને અર્જૂન માનીશ
બિહારના મહુઆ જિલ્લાામાં પહોંચેલા તેજ પ્રતાપે મહુઆથી ચૂંટણી લડવા અને પ્રજા પાસે વધુ એક તક માંગી છે. તેમણે પોતાને મજબૂર દાવેદાર તરીકે રજુ કર્યા છે. આ સાથે તેમણે ભાઈ તેજસ્વી પર પણ નિશાન સાધ્યું છે. તેજસ્વીએ પોતાને અર્જૂન અને ભાઈ તેજને કૃષ્ણ ગણાવ્યા હતા, જોકે હવે આ મામલે તેજ પ્રતાપે વળતો જવાબ આપી કહ્યું છે કે, ‘મેં તેજસ્વીને અર્જુન માન્યા હતા, પરંતુ તેઓ ખરેખર અર્જૂન છે તો મારી જેમ વાંસળી વગાડીને દેખાડે, ત્યારે જ હું તેમને અર્જૂન માનીશ.’
તેજ પ્રતાપે મહુઆમાં કહ્યું કે, ‘મારો ચૂંટણી લડવાનો નિર્ણય નક્કી થઈ ગયો છે.’ તેમણે મહુઆની પ્રજાને ભાવુક અપીલ કરતી કહ્યું કે, મેં પહેલા પણ પ્રજાની સેવા કરી છે અને મને એકવાર ફરી મોકો આપો.
#WATCH | Patna, Bihar | Former Minister Tej Pratap Yadav says, “Do not believe an impostor who starts crying like a kid… I have the blood of Lalu Yadav in my veins. If you vote for me, you will give victory to Lalu Yadav… If you vote for me, electricity will be provided for… pic.twitter.com/43fXdq4opa
— ANI (@ANI) July 31, 2025
આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ
તેજસ્વી યાદવે શું કહ્યું હતું?
બે દિવસ પહેલા તેજસ્વી યાદવને એક કાર્યક્રમ દરમિયાન પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ‘તેજ પ્રજાપ મારા કૃષ્ણ છે અને હું તેનો અર્જૂન છું.’ આ મામલે તેજ પ્રતાપે કહ્યું કે, મને અર્જૂન અને કૃષ્ણવાળો સંબંધ યાદ અપાવવાની જરૂર નથી, મેં ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે.’
આ પણ વાંચો : …તો iPhoneની કિંમતમાં ધરમૂળથી ફેરફાર થશે, જાણો ટ્રમ્પના ટેરિફ બોંબથી ‘Apple’ પર શું પડશે અસર?