Bharuch Gambling Raid : ભરૂચ શહેર જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં જામી છે. પોલીસે આમોદ, અંકલેશ્વર જીઆઇડીસી, હાંસોટ, પાલેજ અને ઉમલ્લા ખાતે ચાલતા જુગાર પર દરોડા પાડી જુગાર રમી રહેલા 17 શખ્સોને ઝડપી પાડી હજારોની મત્તા કબ્જે કરી 8 શખ્સોને ફરાર જાહેર કરી તમામ વિરુદ્ધ જુગારધારા અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસે માતર ગામના ટેકરા ફળિયામાં ખુલ્લામાં જુગાર રમતા મફત બેચરભાઈ વસાવા, અરવિંદ ભીખાભાઈ વસાવા, નરેશ અરવિંદભાઈ રાઠોડ, અરવિંદ મોહનભાઈ રાઠોડ, સંજય સોમાભાઈ રાઠોડ, મહેશ જશુભાઈ વસાવા (તમામ રહે-માતર ગામ, આમોદ)ને ઝડપી પાડી રોકડ રકમ સાથે કુલ રૂ.1,690નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા કિસ્સામાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ટીમે ભડકોદરા ગામ ખાતે શાલીમાર સોસાયટીના મકાનમાં જુગાર રમતા અમીશકુમાર હસમુખલાલ મોદી, અશ્વિન છોટાલાલ ઘીવાલા, વિનોદ કાલિદાસભાઈ પટેલ, ભરત માણેકજી મોમાયા, હિતેશ મગનભાઈ રાઠોડ (તમામ રહે-અંકલેશ્વર)ને ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ રૂ.16,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્રીજા કિસ્સામાં હાંસોટ પોલીસની ટીમે કાંટાસાયણ નવા ગામના વસાવા ફળિયામાં ખુલ્લામાં જુગાર રમી રહેલ રાકેશ રમેશભાઈ રાઠોડ, છના ચંદુભાઈ રાઠોડ, રતિલાલ અમરસિંગ વસાવા, જયેશ રમેશભાઈ વસાવા, વિનોદ મનહરભાઈ વસાવા, વાલજી ગોમનભાઈ વસાવા (તમામ રહે-હાંસોટ)ને ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ રૂ.10,540નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે જયેશ રમેશભાઈ વસાવા, વિનોદ મનહરભાઈ વસાવા, વાલજી ગોમનભાઈ વસાવા (ત્રણેવ રહે-હાંસોટ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
જ્યારે પાલેજ પોલીસ ટીમે વલણ ફાટક નજીક વરલી મટકાનો જુગાર રમાડતા કમલેશ ભુરાભાઈ વસાવા (રહે-માકડ ગામ ,કરજણ) ને ઝડપી પાડી રોકડા રૂ.990ની મત્તા કબ્જે કરી આંક લખનાર મુના ઉર્ફે રાજકુમાર (રહે-વલણ, કરજણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ આવી જ રીતે જુગાર રમાડતા મુસ્તાકખાન ઇબ્રાહીમખાન બલોચ (રહે-પાલેજ ગામ)ને ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ રૂ.10,100નો મુદ્દામાલ કબ્જે કરી આંક લખનાર રજનીકાંત ઉર્ફે બાપજી (રહે-કરજણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ ઉમલ્લા પોલીસે પાણેથા ગામના ઢાઢવાળા ફળિયામાં ખુલ્લામાં જુગાર રમતા મહેશ રમણભાઈ વસાવા (રહે- પાણેથા ગામ, ઝઘડિયા)ને ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ રૂ.1750 નો મુદ્દામાલ કબજે કરી દિપક બચુભાઈ તડવી, વિક્રમ રમેશભાઈ વસાવા, અશ્વિન સુપડીયાભાઈ વસાવા તમામ (ત્રણેવ રહે- પાણેથા ગામ, ઝઘડિયા)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.