મુંબઈ : અમેરિકા તથા ચીન ખાતેથી માગ મંદ પડતા વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૫૦ ટકા ઘટી રૂપિયા ૨૧૦૮૫ કરોડ રહી હોવાનું જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪ના ફેબુ્રઆરીનો નિકાસ આંક રૂપિયા ૨૬૨૬૮ કરોડ રહ્યો હતો.
વર્તમાન નાણાં વર્ષના અગિયાર મહિનામાં નિકાસ ૧૩.૪૦ ટકા ઘટી રૂપિયા ૨,૧૭,૧૪૮ કરોડ રહી છે, જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં રૂપિયા ૨,૪૬,૧૦૫ કરોડ રહી હોવાનું પણ કાઉન્સિલ વતિ જણાવાયુ હતુ.