– ભારત-રશિયા સંબંધો તો દાયકાઓ જૂના છે : ભારત તેનાં તેલની જરૂરતના 40 ટકા રશિયા પાસેથી ખરીદે છે : જે તમામ ખાડી દેશોની આયાતથી વધુ છે
નવીદિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ ડયુટી લાદી દીધી છે. બંને દેશો વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર ફાયટર જેટ એન્જિન્સ, ક્રીટીકલ-મિનરલ્સ તથા એઆઈ, અને ફાર્માસેક્ટરના ક્ષેત્રો ઉપર તેમજ સૌથી વધુ તો સંરક્ષણ સહકાર ઉપર માઠી અસર પડવાની છે. તેવે સમયે ભારતે રશિયા સાથે તેલ અને સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ સહકાર સાધ્યો છે. તેલની વાત લઈએ તો ભારત તેની જરૂરિયાતના ૪૦ ટકા જેટલું ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદે છે. જે તમામ ખાડી દેશોમાંથી ખરીદાતાં ક્રૂડ ઓઇલ કરતાં વધુ છે.
ટ્રમ્પે એક સમયે ઘમંડમાં આવી તેમના ટ્રુથ પોસ્ટ પર લખ્યું હતું કે, ભારતના રશિયા સાથે શા સંબંધો છે, તે જાણવાની મને પડી નથી, મને એટલી જ પડી છે કે તે બંને તેઓનાં મૃત અર્થતંત્રને લીધે સાથોસાથ નીચે જઈ રહ્યાં છે. ભારત સાથે તો અમારો ઘણો થોડો વ્યવહાર છે. તેમના ટેરિફ ઘણા ઘણા ઊંચા છે, કદાચ દુનિયાના સૌથી ઊંચા ટેરિફ પૈકીના છે.
ભારતને સંરક્ષણ સાધનો અને એફ-૩૪ યુદ્ધ વિમાનો વેચવાનો અબજો ડોલર્સનો સોદો ્ટકી પડયો છે. તેથી અમેરિકાને અબજો ડોલર્સનું નુકસાન થવાનું છે.
ભારતે જેમ તેલ માટે રશિયા સાથે સહકાર સાધ્યો છે તેવી જ રીતે સંરક્ષણ ક્ષેત્રે પણ રશિયા સાથે સોદાઓ થવાના છે. આઝાદી પછી અત્યાર સુધી રશિયા ભારતનું સૌથી મોટું આર્મામેન્ટ સવાયર બની રહ્યું છે. ફાયર જેટસ્ હોય કે ટેન્કો હોય કે મિસાઈલ્સ હોય દરેકમાં રશિયા સાથે રહ્યું છે. બંનેએ સંયુક્ત રીતે ભારતમાં બનાવેલાં બ્રહ્મોસ મિસાઈલ્સ સર્વશ્રેષ્ઠ પ્રકારનાં મિસાઈલ્સ છે. આમ તેલ કે સંરક્ષણ સાધનો બંને માટે રશિયા એક સબળ વિકલ્પ છે.