RSS Chief Mohan Bhagwat speaks on Sanskrit Language : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષાવિવાદ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નાગપુરના કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં અભિનવ ભારતીય આંતરરાષ્ટ્રીય અકાદમી ભવનના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે, ‘સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની છે અને આ ભાષા દરેક ઘર સુધી પહોંચવી જોઈએ. તેમણે સંસ્કૃતને માત્ર વાંચવા પુરતી જ નહીં, પરંતુ દૈનિક જીવનમાં ઉપયોગી ભાષા બનાવવા પર પણ ભાર આપ્યો છે.
‘સંસ્કૃત આપણી ભાવનાઓ વિકસાવે છે’
મોહન ભાગવતે કહ્યું કે, ‘સંસ્કૃત આપણી ભાવનાઓને વિકસીત કરે છે, તેથી તમામ વ્યક્તિઓને સંસ્કૃત ભાષા આવડવી જોઈએ. સંસ્કૃતને સમજવામાં અને બોલવામાં તફાવત હોય છે. મેં સંસ્કૃત ભાષા શિખી છે, પરંતુ હું સરળતાથી બોલી શક્તો નથી. સંસ્કૃતને દૈનિક વાતચીતમાં ભાષા બનાવવી જરૂરી છે. યુનિવર્સિટીઓને સરકારી સંરક્ષણ મળવાનું જ છે, પરંતુ તેના માટે જનસમર્થન પણ ખૂબ જરૂરી છે. જો આપણે સંસ્કૃતને આગળ વધારવી છે તો તેને આપણા જીવનનો ભાગ બનાવવો પડશે.’
Nagpur, Maharashtra: RSS Chief Mohan Bhagwat says, “Sanskrit should become a medium of communication and should reach every household…” pic.twitter.com/OJp2UH1k9j
— IANS (@ians_india) August 1, 2025
આ પણ વાંચો : કેમ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા દેશભના શિક્ષક અને વિદ્યાર્થીઓ? જાણો SSC પર નારાજગીના કારણો
‘2023માં G20ની ‘વસુધૈવ કુટુંબકમ’ થીમ હતી’
તેમણે જણાવ્યું કે આ સંસ્કૃત વિશ્વવિદ્યાલયને સરકાર તરફથી પ્રોત્સાહન મળશે, પરંતુ સંસ્કૃતના વિકાસ માટે લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. ભાગવતે સંસ્કૃત ભાષાના પ્રચારને દેશને ‘આત્મનિર્ભર’ અને ‘સ્વાવલંબી’ બનાવવાની જરૂરિયાત સાથે જોડ્યો. તેમણે કહ્યું કે આપણું ‘સ્વત્વ’ (વ્યક્તિત્વ) ભાષા દ્વારા વ્યક્ત થાય છે, અને સંસ્કૃત આ ભારતીય ઓળખને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ દેશો ગ્લોબલ માર્કેટની વાતો કરે છે અને ભારત ગ્લોબલ ફેમિલીની વાતો કરે છે. જ્યારે ભારતે 2023માં G20ની અધ્યક્ષતા કરી હતી, ત્યારે ‘વસુધૈવ કુટુંબકમ’ થીમ હતી.’
આ પણ વાંચો : કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટે આપ્યો જવાબ