Leh Ladakh violence: લેહ-લદાખમાં હિંસક પ્રદર્શનને લઈને પોલીસની કાર્યવાહી યથાવત છે. સમગ્ર મામલે ગત શુક્રવારે (27 સપ્ટેમ્બર) એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી. જ્યારે શનિવારે (28 સપ્ટેમ્બર) પોલીસે લેહ હિંસા મામલે કોંગ્રેસના બે કાઉન્સિલર સહિત 4 લોકોને કસ્ટડીમાં લીધા છે. આ ચારેય લોકોએ શુક્રવારે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યુ હતું. આ મામલે લદાખના DGPએ જાણકારી આપી છે.
કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર કર્યા બાદ પોલીસે ચારેયને કસ્ટડીમાં મોકલા છે. જેમાં ફુંટસોગ સ્ટેનઝિન ત્સેપાગ, સ્માનલા દોરજે નોરબૂની સાથે LBAના ઉપાધ્યક્ષ રેગજિન દોરજે અને ચેવાંગ દોરજેનો સમાવેશ થાય છે.
જોકે, વાઈરલ વીડિયોમાં જોવા મળી રહેલા ફુંટસોગ સ્ટેનઝિન ત્સેપાગને કોંગ્રેસે પાર્ટીના કાઉન્સિલર ન હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે, ‘વાઈરલ વીડિયોમાં જોવા મળતો શખ્સને કોંગ્રેસનો કાઉન્સિલર કહેનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગત 24 સપ્ટેમ્બરના રોજ થયેલી હિંસામાં ચાર પ્રદર્શનકારિયોના મોત નીપજ્યા હતા, જ્યારે 90 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હિંસા બાદ લેહ જિલ્લામાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો હતો. જ્યારે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે CRPF અને સ્થાનિક પોલીસની સાથે-સાથે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. શુક્રવારે સોનમ વાંગચુકની ધરપકડ કરીને તેમને જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે હિંસા મામલે જે-જે લોકો પર ફરિયાદ નોંધાઈ છે, એ લોકો એક-એક કરીને સરન્ડર કરી રહ્યા છે. અમુકને પોલીસ ધરપકડ કરી રહી છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 29ના મોત, 45થી વધુ ઈજાગ્રસ્ત
નોંધનીય છે કે, હિંસા બાદ ગુસ્સે ભરાયેલી ભીડે લદાખમાં ભાજપના કાર્યલય અને લદાખ હિલ કાઉન્સિલ સચિવાલયને પણ સળગાવી દીધુ હતું. ભાજપે આ હિંસા માટે કોંગ્રેસને જવાબદારી ઠેરવી અને હિંસક ભીજમાં સામેલ કોંગ્રેસ કાઉન્સિલરની તસવીર જોવા મળી હતી.