Rahul Gandhi visit US: કોંગ્રેસ સાંસદ અને લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં અમેરિકાની મુલાકાતે જશે. આ દરમિયાન રાહુલ ગાંધી બોસ્ટન ખાતે બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે.
અમેરિકાની યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતના લોકો સાથે મુલાકાત કરશે અને ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત પણ કરશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધીના 20 એપ્રિલે અપ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે અને 21 એપ્રિલે બ્રાઉન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે.
ટેરિફને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર સૌની નજર
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ રાહુલ ગાંધીનો પહેલો અમેરિકા પ્રવાસ છે. તેવામાં ટેરિફથી જોડાયેલી ટ્રમ્પની પોલિસીને લઈને તેઓ શું બોલે છે તેના પર સૌની નજર રહેશે. કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિએ 2 એપ્રિલથી જવાબી ટેરિફ લાગુ કરવાનું એલાન કરી ચૂક્યા છે. આ પહેલા લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી ગત વર્ષ સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા.