ખાણીપીણી સાથે હરવા ફરવાના શોખીન સુરતી વીક એન્ડમાં દમણ કે સાપુતારા વન ડે પિકનિક કરતા હોય છે. પરંતુ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરતીઓની વીક એન્ડ પિકનીક સ્પોટ બદલાઈ જાય છે. શોખીન સુરતીઓ શ્રાવણ મહિનાના વીક એન્ડમાં સુરતીઓ શિવ ભક્તિ સાથે કુદરતી સૌંદર્યને માણવાની પીકનીક કરે છે. તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતીઓના વીકએન્ડ એટલે શિવ ભક્તિ સાથે કુદરતના સાનિધ્યમાં દર્શન કરવાનું સ્થળ સોનગઢ નજીકનું ગૌમુખ મંદિર બની ગયું છે આ જગ્યાએ પ્રાચીન મંદિરની નજીક જ વરસાદી પાણીનો કુદરતી ધોધ શિવ ભક્તો અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
સુરતીઓ શ્રાવણ મહિનામાં વધુ ધાર્મિક બની જાય છે શ્રાવણ મહિનાના સોમવાર ઉપરાંત વીક એન્ડમાં સુરતીઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક શિવ મંદિરોમાં શિવજીની ભક્તિ માટે પહોંચી જાય છે.