gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે ન…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmer: ગુજરાતમાં બટાટાનાં ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 1239769 મેટ્રિક ટનનો વધારો જોવા મળ્યો છે. પરંતુ તેની સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ઠેરના ઠેર રહ્યા છે. ખેડૂતો તેનું મૂળ કારણ કોન્ટ્રાકટ ફાર્મિંગ હોવાનું જણાવી રહ્યા છે. કારણકે, કોન્ટ્રાકટ ફાર્મિંગના વાવેતર તથા ઉત્પાદનમાં મોટો ઉછાળો નોંધાયો છે અને ઉત્પાદન વધતા ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતો પીસાઈ રહ્યા છે.

6 કરોડ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે ચીન બીજા ક્રમે

વિશ્વમાં બટાટાનું વાર્ષિક ઉત્પાદન 38.3 કરોડ મેટ્રિક ટન છે. ભારત 6 કરોડ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે ચીન પછી બીજા ક્રમે છે. ભારતમાં ગુજરાતનું પ્રોડકશન નોંધપાત્ર છે. ગયા વર્ષે ગુજરાતે 48 લાખ મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું, તેની સામે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની છે. ગત વર્ષે બટાટાના 20 કિલોના 230થી 250નો ભાવ ખેડૂતોને મળ્યો હતો. તેની સામે આ વર્ષે ફક્ત 120થી 140 જેટલો જ ભાવ મળી રહ્યો છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર

ખેડૂતો જ્યારે વાવેતર કરે ત્યારે તેને વિશે 40,000 થી 45,000 હજારનો ખર્ચ થાય છે. તેની સામે ઉત્પાદન 30,000થી 35,000 હજારનું મળે છે. બીજી બાજુ દર વર્ષે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયા કરે છે. ગત વર્ષે પ્રતિ કિલોએ આઠ માસનું ભાડુ 2.60 રૂપિયા હતું, ત્યારે આ વર્ષે 2.70 રૂપિયા ભાડુ કરવામાં આવ્યું છે. વધતા જતાં ભાડાના કારણે ખેડૂત કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરી શકતો નથી તેની સામે ઉત્પાદનમાં મોટા વધારાને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા બટાટા છૂટક માર્કેટમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કંપનીઓ છૂટક માર્કેટમાં પોતાના બટાટા વેચવાનું બંધ કરે તો ભાવમાં સુધારો આવી શકે છે.

ગુજરાતમાં બટાટાનું વાવેતર-ઉત્પાદન

વર્ષ હેક્ટર ઉત્પાદન (મે.ટન)
2015-16 112400 3549380
2016-17 122528 3797816
2017-18 133292 3806945
2018-19 124646 3707693
2019-20 121653 3706115
2020-21 125863 3896569
2021-22 128734 3921963
2022-23 131503 3983859
2023-24 134858 4116974
2024-25 156280 4789149

કંપની કરાર આધારે નક્કી કરેલા ભાવ આપતી નથી

આ મુદ્દે ખેડૂત લક્ષ્મણ ચૌધરીએ જણાવ્યું કે, ઉતર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મર એસોસિએશન દ્વારા નક્કી કરેલા ભાવ કંપનીઓ આપતી નથી. એસોસિએશન દ્વારા 20 કિલોના 267 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ, કંપનીઓ દ્વારા માત્ર 240 રૂપિયા ચૂકવાયા છે.

આ પણ વાંચોઃ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા , અમદાવાદ મ્યુનિ.ના હેરિટેજ બિલ્ડિંગનું દસ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામ શરુ

કોન્ટ્રાકટ ફાર્મિંગ એટલે શું?

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે બટાટાના વાવેતર અને ઉત્પાદન માટે કરાર કરવામાં આવે છે. જેમાં અગાઉથી જ કંપની દ્વારા બટાટાના ભાવ નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ખેડૂતોને બિયારણ અને સમયાંતરે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જ્યારે બટાટા તૈયાર થઈ જાય ત્યારે કંપનીઓ દ્વારા નક્કી કરેલા ભાવે ખરીદી લેવામાં આવે છે.

કંપનીઓ પ્રોડક્ટ બનાવવાના બદલે છૂટકમાં બટાટા ઠાલવે છે

કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું કે, કોન્ટ્રાકટ ફાર્મિંગના કારણે વાવેતરમાં વધારો થયો છે. કારણકે કંપનીઓ પહેલાથી જ બટાટાના ભાવ નક્કી કરીને વાવેતર કરાવે છે. પરંતુ કંપનીઓ કંપનીઓ પ્રોડકટ બનાવવાને બદલે છૂટક માર્કેટમાં બટાટા ઠાલવે છે. જેના કારણે માર્કેટમાં જથ્થો વધતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

આ સિવાય કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પ્રમુખ સુખદેવ ગેહલોતે જણાવ્યું કે, બટાટાની ખોદણી સમયે વાતાવરણ સારુ હોવાના કારણે કોઈપણ સ્થળે બટાટાનો બગાડ થયો નથી જેના કારણે ઉત્પાદનના જથ્થામાં મોટો વધારો થયો છે. જથ્થો વધતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…
GUJARAT

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

September 27, 2025
સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp …
GUJARAT

સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp …

September 27, 2025
અમદાવાદમાં આજથી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડશે | Ahmedabad Rain Forecast: 4 D…
GUJARAT

અમદાવાદમાં આજથી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડશે | Ahmedabad Rain Forecast: 4 D…

September 27, 2025
Next Post
‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia…

'વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર', NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia...

15મી ઓગસ્ટ પહેલા ષડ્યંત્ર? લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ | Security Scare…

15મી ઓગસ્ટ પહેલા ષડ્યંત્ર? લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ | Security Scare...

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુલાઈમાં મ્યુચ્યુ. ફંડ પાસે કેશ હોલ્ડિંગ 18 ટકા વધી રૂ. 4 લાખ કરોડને પાર | Cash holdings with mutual…

જુલાઈમાં મ્યુચ્યુ. ફંડ પાસે કેશ હોલ્ડિંગ 18 ટકા વધી રૂ. 4 લાખ કરોડને પાર | Cash holdings with mutual…

3 weeks ago
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ

4 months ago
હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો | abbas ansari…

હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો | abbas ansari…

4 months ago
ચો.વારનો સોદો રૃા.૨૩૦૦ના ભાવે થયો હોવાથી વારદીઠ રૃા. ૩૭૦૦ની ચોરી કરી | IT Search cases

ચો.વારનો સોદો રૃા.૨૩૦૦ના ભાવે થયો હોવાથી વારદીઠ રૃા. ૩૭૦૦ની ચોરી કરી | IT Search cases

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News