Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં નવા બની રહેલા સીસી રોડના કામમાં કોન્ટ્રાકટરનો લોટ પાણીને લાકડા જેવો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, તાજેતરમાં બની રહેલા રોડમાં માત્ર 3 ઇંચ ખોદાણ કરીને ધૂળમાં સિમેન્ટ પાથરી દેવામાં આવ્યો છે,
રોડ બનાવતા સમયે ઊંડું ખોદાણ અને પથ્થર ભર્યા વગર સીધો ધૂળમાં પાણી છાંટીને નવા રોડનું કામ કરવામાં આવી રહ્યુ છે. કોન્ટ્રાક્ટર દ્વારા લાલિયાવાડી આદરી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરી વિરોધ કર્યો છે. અને તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી છે.