– સંસદની સિલેક્ટ કમિટીએ 285 સુધારા સૂચવ્યા
– કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ 115બીએએ હેઠળ મળતા લાભનો ઉલ્લેખ જ રહી ગયો હતો
અમદાવાદ : સિલેક્ટ કમિટી તરફથી ૨૮૫ જેટલા સુધારાઓ સૂચવવામાં આવ્યા હોવાને કારણે કેન્દ્રના નાણાં ખાતાં ૧૩મી ફેબ્રઆરીએ રજૂ કરેલું ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ પાછું ખેંચીને ૧૧મી ઓગસ્ટે સિલેક્ટ કમિટીએ સૂચવેલા સુધારા સાથેનું બિલ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૧૯૬૧ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનુ સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઇન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિલેક્ટ કમિટિના વડા બૈજયંત પાંડા તરફથી સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.