– બંને દરોડામાં 57 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
– બાવળાના રાજવાળા ગામની સીમમાંથી 8 શખ્સો તીન પત્તીનો જુગાર રમતા પકડાયા
ધોળકા : ધોળકા શહેરના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા પાંચ અને બાવળાના રાજવાળા ગામની સીમમાંથી આઠ શખ્સો તીન પત્તીનો જુગાર રમતા પકડાયા હતા. બંને દરોડામાં પોલીસે ૫૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકાના સોનાર કુઈ પાસે ધોળકા ટાઉન પોલીસે દરોડો પાડી જાહેરમાં પત્તા વડે તીન પત્તીનો જુગાર રમતા (૧) અનીલભાઇ મુળજીભાઇ અલગોતર (૨) રાકેશભાઇ કાળીદાસ રાણા (૩) શામજીભાઇ ઓઘાભાઇ પ્રજાપતિ (૪) ધર્મેન્દ્રભાઇ ગલાભાઇ રાઠોડ (૫) જીગ્નેશભાઇ રાજુભાઇ રાણા (તમામ રહે. સોનારકુઈ, ધોળકા)ને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગઝડતીમાંથી રોકડ રૂ.૩૮,૬૦૦ તથા દાવ પરથી રોકડ રૂ.૮,૭૦૦ મળી કુલ રોકડ રૂ.૪૭,૩૦૦ના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બાવળા તાલુકાના રાજવાળા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો કુંડાળુ વાળીને પત્તા વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડે તેવી બાતમીના આધારે કેરાળા જીઆઇડીસી પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમતા (૧)મહેશભાઇ મનુભાઇ પરમાર, (૨)વિષ્ણુભાઇ કાંતીભાઇ પરમાર, (૩)મફાભાઇ દેવાભાઇ ખત્રી, (૪)હસમુખભાઇ કરમણભાઇ પરમાર, (૫)ચેતનભાઇ ભયરામભાલ પરમાર, (૬)દિનેશભાઇ છનાભાઇ પરમાર, (૭)ભયરામભાઇ જયંતીભાઇ પરમાર (તમામ રહે. રાજળાવા ગામની સીમમા, તા.બાવળા) અને (૮)ભરતભાઇ ધરમશીભાઇ પગી (રહે.ઢેઢાળ ગામ, તા.બાવળા) ઝડપાયેલા શખ્સોની આંગ ઝડતીમાંથી રૂ.૮,૯૦૦ અને દાવ પરથી રોકડ રૂ.૧૩૫૦ મળી કુલ રોકડ રૂ.૧૦,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.