Vadodara Youth Drowning : વડોદરાના આજવા રોડ વિસ્તાર તળાવમાં ડૂબેલા યુવકનું આજે બીજે દિવસે મૃતદેહ મળી આવ્યો છે.
સયાજીપુરામાં રહેતા કમલેશ વસાવા નામના 38 વર્ષનો યુવક ગઈકાલે જાણવા માંડવીયો હોવાની વિગતો મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
આજે બીજે દિવસે સવારે યુવકનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.