Vadodara Crime :વડોદરામાં આજવા રોડ સુદામા પુરી સોસાયટીમાં રહેતો રિષભ ઉમેશચંદ્ર પાંડે ખોડીયાર નગર ડી માર્ટની પાછળ વત્સ ઇડિયું નામથી પ્રાઇવેટ ક્લાસ ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત દશમી તારીખે મારે તથા સચિનસિંગ પિયુષ મારવાડી અને રોહિત સિંહ વચ્ચે ગાડી ભાડે આપવા બાબતે તકરાર થઈ હતી. તેની અદાવત રાખી ગઈકાલે મોડી રાત્રે હું અને મારા મિત્રો જ્યારે નાસ્તો કરવા ગયા ત્યારે આરોપીઓ આવ્યા હતા અને મારા પર લોખંડની પાઇપ અને કાંટાવાળી ચમચીથી હુમલો કર્યો હતો. મને માથામાં ઇજા થતા લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો.