અમદાવાદ,ગુરુવાર,14 ઓગસ્ટ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારમાં
આવેલા ૧૫ રીઝર્વ પ્લોટના વેચાણથી બે વર્ષમાં કોર્પોરેશનને રુપિયા ૧૧૮૪ કરોડની આવક
થઈ છે. સૌથી વધુ રુપિયા ૫૨૫ કરોડની આવક ચાંદખેડા વોર્ડમાં આવેલા કોમર્શિયલ પ્લોટના
વેચાણથી થઈ હતી.
છેલ્લા બે વર્ષમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક, કોમર્શિયલ હેતુ
માટેના મળેલા રીઝર્વ પ્લોટ પૈકી વેચાણ માટે મુકેલા પ્લોટ પૈકી ૧૫ પ્લોટનુ વેચાણ
થઈ શકયુ હતુ.ચાંદખેડા વોર્ડમાં આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપરના પ્લોટ માટે લુલુ
ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રા.લિ.તરફથી
કરવામા આવેલી મહત્તમ ઓફર હતી.ગુરુવારે
વધુ સાત પ્લોટ હરાજીથી વેચવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી છે.બે વર્ષમાં
૧૧ પ્લોટનુ હરાજી પ્રક્રીયામા વેચાણ થઈ
શકયુ નહતુ.
કયો પ્લોટ કેટલી કિંમતમાં વેચાયો?
વિસ્તાર ક્ષેત્રફળ(સ્કે.મી.) આવક(કરોડમાં)
બોડકદેવ ૪૬૨૬ ૧૪૮
વટવા ૨૬૨૩ ૧૦
મકરબા ૬૬૫૭ ૧૦૪
મકરબા ૩૭૪૦ ૭૨
મકરબા ૩૭૧૦ ૪૪
મુઠીયા ૧૯૭૧ ૨
નિકોલ ૧૮૯૫ ૧૪
નારોલ ૯૭૦ ૫
ઈસનપુર ૧૬૭૨ ૨૬
ચાંદખેડા ૬૬૧૬૮ ૫૨૫
સરખેજ ૩૭૯૯ ૨૮
નિકોલ ૫૭૪૧ ૪૯
બોડકદેવ ૪૬૫૮ ૧૪૩
ચાંદખેડા ૧૨૨૯૨ ૧૧
મોટેરા ૯૬૩ ૧