FASTag Annual Pass : દેશભરમાં આવતીકાલથી એટલે કે 15 ઑગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરુ થવાનો છે. જેમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે.