NEET PG 2025 : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG-2025) સ્થગિત રાખી છે. NEET PG-2025ની એન્ટ્રન્સ ટેસ્ટમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને NBEMSએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. હાલ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત