Haryana News: હરિયાણાના જીંદ જિલ્લામાં એક દંપતીને લગ્નના 19 વર્ષ પછી દીકરીનો જન્મ થતાં ખુશીનો પાર નહોતો. પરિવારમાં દીકરીનો જન્મ થતા આજુબાજુના 21 ગામડામાં જમણવાર રાખ્યો અને 8000 લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ જમણવારમાં જાતજાતના પકવાર પીરસવામાં આવ્યા હતા. બાળકીના મામાએ પણ દિલ ખોલીને રૂપિયા વાપર્યા હતા.
દીકરીનું નામ ભૂમિ રાખવામાં આવ્યું છે
બાળકીના પિતા સુરેન્દ્રએ જણાવ્યું હતું કે, ‘મારા લગ્નને 19 વર્ષ થઈ ગયા છે. અમારે કોઈ સંતાન નહોતું. પાંચ વર્ષ પહેલાં મે ભાઈના દીકરાને દત્તક લીધો હતો પરંતુ હવે લક્ષ્મી અમારા ઘરે આવી છે. દીકરીના જન્મથી અમે ખૂબ ખુશ છે. મને પુત્ર અને પુત્રીમાં કોઈ ફરક દેખાતો નથી. દીકરીનું નામ ભૂમિ રાખવામાં આવ્યું છે.’ આ પ્રસંગે ગ્રામજનોએ કહ્યું કે, ‘દીકરીના જન્મ પર દીકરા જેવો જ કાર્યક્રમ યોજવો જોઈએ. આનાથી સમાજમાં સારો સંદેશ જશે. દીકરીના જન્મ પર આવો કાર્યક્રમ ક્યારેય જોવા મળ્યો નથી.’
આ પણ વાંચો: ‘નંદ ઘેર આનંદ ભયો…’ : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે
દીકરીને આશીર્વાદ આપવા માટે થૂવા ખાપ, તપા ખાપ સહિત 25 ખાપના સરપંચ પણ ખાસ બોલાવ્યા. તમામે બાળકીને આશીર્વાદ આપ્યા અને દીકરીના જન્મને સમાજમાં સકારાત્મક બદલાવની શરૂઆત ગણાવી. બાળકીની માતાએ જણાવ્યું કે, ’19 વર્ષ બાદ મારી કોખે દીકરીનો જન્મ થતાં મને માતા હોવાનો અનુભવ થયો છે.’