મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાનો પીછો કરીને બાઇક સવાર બે આરોપીઓ દોઢ તોલા વજનની પેન્ડલ સાથેની ચેન તોડીને ભાગી ગયા હતા.
હરણી વારસિયા રિંગ રોડ પર શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા 34 વર્ષના અનિતાબેન કેતનભાઇ શાહ ગઇકાલે સવારે સાડા પાંચ વાગ્યે તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. તેઓ ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે ઝાડ નીચે ઉભા હતા. તે દરમિયાન એક આરોપી ચાલતો આવી તેઓની સામે જોતો હતો. સામે રોડ પર એક વ્યક્તિ બાઇક લઇને ઉભો હતો. અનિતાબેનને બંનેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેઓ ઉતાવળે પગે સોસાયટીની અંદર જવા ચાલવા લાગ્યા હતા. તે દરમિયાન આરોપીએ પીછો કરી તેમના ગળામાંથી સોનાની પેન્ડલ સાથેની 16 ગ્રામ વજનની ચેન કિંમત રૂપિયા 1 લાખની તોડી લીધી હતી અને થોડે દૂર ઉભેલા તેના સાગરિતની બાઇક પાછળ બેસીને ભાગી ગયો હતો. જે અંગે વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.