– સરકાર ઈ-સ્પોર્ટ્સ અને સ્કિલ આધારિત સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે : આજે સંસદમાં સરકાર બિલ રજૂ કરશે
– સૂચિત કાયદાનો ભંગ કરનારાને આકરા દંડ અને સજાની જોગવાઈ, ઓનલાઈન પ્લેટફોર્મ પર નજર રાખવા નિરીક્ષણ ઓથોરિટી બનાવાશે
– કેન્દ્ર સરકારે 2022થી ફેબ્રુઆરી 2025 વચ્ચે સરકારે 1524થી વધુ સટ્ટાબાજી અને જુગાર સાઈટ્સ અને એપ બ્લોક કર્યા
નવી દિલ્હી : દેશમાં ઓનલાઈન ગેમિંગમાં સટ્ટાથી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાના અનેક અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે સટ્ટાવાળી ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મંગળવારે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી અપાઈ છે. આ બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.