વડોદરાઃ શહેરમાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે.જે દરમિયાન આજે રાતે વડોદરા રેલવે સ્ટેશન સામે વિટકોસના બસ સ્ટેન્ડમાં પાર્ક એક સિટિ બસમાં આગ લાગતાં દોડધામ થઇ હતી.જો કે બસમાં મુસાફર કે ડ્રાઇવર-કંડક્ટર હાજર નહતા.ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.