– દિલ્હીની મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટની ગરીબ વિદ્યાર્થિનીઓનું શોષણ
– મારા તાબે નહીં થાય તો પરીક્ષામાં નાપાસ કરીશ એવી ધમકી આપતો હતો : સંસ્થાએ કમિટીમાંથી કાઢી મુક્યો
નવી દિલ્હી : દિલ્હીની શારદા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની અનેક વિદ્યાર્થિનીઓએ ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફ પાર્થ સારથી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંસ્થાના સંચાલકો દ્વારા આ બાબાની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં બાબા પર સંસ્થાની આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવાયો છે.