વડોદરા,સંખેડાથી પાવાગઢ દર્શન કરવા બાઇક પર જઇ રહેલી યુવતી સ્પીડ બ્રેકરના કારણે બાઇક પરથી ઉછળીને નીચે પટકાતા તેઓનું મોત નિપજ્યું હતું.
સંખેડા બહાર ફળિયામાં જલારામ મંદિર પાસે રહેતા લક્ષ્મીબેન મંગુભાઈ તડવી (ઉં.વ.૨૨) આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સબંધીઓ સાથે બાઈક ઉપર પાવાગઢ દર્શન કરવા જઈ રહ્યા હતા. વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામેથી પસાર થતા સમયે સ્પીડ બ્રેકરના કારણે બાઇક ઉછળતા લક્ષ્મીબેન બાઈક પરથી ફંગોળાઇને રોડ ઉપર પટકાયા હતા. તેઓને ગંભીર ઈજા થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.