– પ્લાન્ટનો ટાંકો સાફ કરતા દુર્ઘટના બની
– અન્ય બે શ્રમિકો આઈસીયુમાં : એકતા ફ્રેશ ફૂડ કંપનીના માલિકો વિરૂદ્ધ ગુનો નોંધવા પરિવારની માંગ
આણંદ : ખંભાતના સોખડા ગામમાં એકતા ફ્રેશ ફૂડ કંપનીના ઈટી પ્લાન્ટના ટાંકામાં સફાઈ માટે ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસના ગળતરથી મોત થયા છે. ટાંકામાં બચાવવા ઉતરેલા અન્ય બે શ્રમિકોને પણ ગેસ ગળતરની અસર થતા આઈસીયુમાં દાખલ કરાયા છે. જ્યાં બંનેની હાલત નાજૂક છે. શ્રમિકોના મોતને લઈ પરિવારજનોએ કંપનીના માલિકો સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે વિરોધ કરી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.