ભરૂચમાં સિનિયર સિટીઝન દંપતીને “ડિજિટલ અરેસ્ટ”ના ગંભીર કિસ્સામાંથી પોલીસએ બચાવ્યા હતા. 76 વર્ષીય નયનાબેન બિપીનચંદ્ર શાહને 26 સપ્ટેમ્બરે મુંબઈ પોલીસના લોગો વાળા નંબરથી વોટ્સએપ કોલ આવી મની લોન્ડ્રિંગના કેસમાં તેમનું નામ હોવાનું જણાવાયું. સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, નયનાબેનના આધાર કાર્ડ વડે 538 કરોડનો ફ્રોડ થયો છે અને તેઓને તપાસ પૂરું ન થાય ત્યાં સુધી ડિજિટલ અરેસ્ટમાં રહેવું પડશે. ગભરાયેલ દંપતીએ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે સમજાવી સિનિયર સિટીઝનને છેતરપિંડીમાંથી સુરક્ષિત કર્યા અને લોકોને આવા કૉલથી સાવચેત રહેવા અપીલ કરી.