– સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી પૈસા ટ્રાન્સફર કરાવી લીધાં હતા
– 3 માસ પૂર્વે અલગ અલગ બેંક ખાતામાં રકમ જમા કરાવ્યા બાદ ટેક્સના બહાને નફાની રકમ ઉપાડવા ન દીધી
ભાવનગર : ભાવનગરની નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસરને એપ્લિકેશન ડાઉનલોડ કરવી સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી રૂ.એક કરોડ ઉપરાંતની રકમ અલગ-અલગ બેંક ખાતામાં મેળવી લઈ લીધાં બાદ નફાની રકમ ઉપાડવા નહીં દઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે શખ્સની ધરપકડ કરી છે.