જામનગર શહેર અને જિલ્લામાં દારૂ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચલાવનારા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વધુ એક દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને સુરતની લાજપોર જેલમાં ધકેલા દેવાયો છે.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘીણકી ગામનો વતની ડુંગરભા અરજણભા માણેક હિંદુ વાઘેર કે જેની સામે જામનગર જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિ ચલાવવા અંગે કેસ નોંધાયો હોવાથી એલસીબી ની ટીમ દ્વારા તેની સામે પાસા હેઠળ ની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેકટર સમક્ષ મૂકવામાં આવી હતી, અને જેને મંજૂરીને મહોર મારવામાં આવી છે. આથી એલસીબીની ટીમ દ્વારા આરોપી શખ્સની પાસા હેઠળ અટકાયત કરી લઈ તેને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે.