(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ભારતમાં ઉત્પાદન કરવામાં આવતી બાર મહત્વની મેડિકલ ડિવાઈઝની બેફામ આયાત થઈ રહી હોવાથી સ્થાનિક ઉત્પાદકોના ઉત્પાદનમાં ૨૫ ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી છે. તેને કારણે જ સંખ્યાબંધ સ્થાનિક ઉત્પાદકોના કામકાજ બંધ થઈ જવાની દહેશત છે. તેથી આયાતી માલની આયાત પર નિયંત્રણ લગાડવા માટે તેના પર આયાત ડયૂટી લગાડવાની માગમી એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઈઝે કરી છે. મેડિકલ ડિવાઈઝની બેફામ આયાત થઈ રહી હોવાથી સ્થાનિક ઉત્પાદકો ખતમ જ થઈ જવાની સંભાવના નિર્માણ થઈ હોવાનું એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઈઝ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે. પ્રમુખ રાજીવ નાથનું કહેવું છે.એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઈઝ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવ નાથનું કહેવું છે કે સસ્તાદામે માત્ર બાર જ મેડિકલ ડિવાઈઝની ઇમ્પોર્ટ થવા માંડી હોવાથી ભારતના ઉત્પાદકોની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ થઈ શકતો નથી. તેથી તેમને બચાવી લેવા માટે તત્કાળ પગલા ંલેવા જરૃરી છે. ભારતમાં કરવામાં આવતી બાર મેડિકલ ડિવાઈઝમાંથી સૌથી વધુ ૩૩.૪૭ ટકા આયાત ચીનમાંથી જ કરવામાં આવી રહી છે. આમ ભારતના ઉત્પાદન એકમોને માથે મોટામાં મોટું દબાણ ચીનમાંથી કરવામાં આવતી આયાત થકી ઊભું થઈ રહ્યું છે.
સૌથી વધુ આયાત સિરિન્જ અને નિડલની થઈ રહી છે.નિડલ અન ેસિરિન્જની આયાત એકાએક ૬.૧૦ કરોડ ડૉલરથી વધીને ૧૧.૧ કરોડ ડૉલરને વળોટી ગઈ છે. આમ તેની આયાતમાં ઓક્ટોબર ૨૦૨૪ પછી ૮૦ ટકાનો વધારો થયો છે. ચીન, અમેરિકા અને સિંગાપોરથી સૌથી વધુ આયાત થાય છે.આ સિવાયની સર્જિકલ આઈટેમ્સની આયાતમાં ૪૯ ટકાનો વધારો તયો છે. સ્વિટ્ઝર્લેન્ડમાંથી થતી આયાતમાં ૭૨૨ ટકાનો કદાવર વધારો થયો છે. જર્મનીથી થતી આયાતમાં ૧૫૨ ટકાનો વધારો થયો છે. ડાયોગ્નોસ્ટિક રિજન્ટ કિટની આયાતમાં ૨૩ ટકાનો વધારો થયો છે. આ કિટની નેધરલેન્ડમાંથી કરવામાં આવતી આયાતમાં ૪૨૪ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે.
આ જ રીતે ઇન્જેક્શનમાં વપરાતી પોલી સોયની આયાતમાં ૬૨ ટકાનો વધારો થયો છે. તેમ જ ઓક્સિજન થેરપીની ડિવાઈઝની આયાતમાં ૩૬ ટકાનો અને ઓર્થોપેડિક ડિવાઈઝની આયાતમાં ૪૭ ટકાનો વધારો થયો છે. ઓર્થોપેડિક ડિવાઈઝની જર્મનીથી થતી આયાતમાં ૨૯૫ ટકાનો અને અમેરિકાથી થતી આયાતમાં ૮૭ ટકાનો વધારો થયો છે. આ સ્થિતિમાં સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે આ આયાત પર ઓછામાં ઓછી ૧૫ ટકા આયાત ડયૂટી લગાડવી જરૃરી હોવાનું રાજીવ નાથનું કહેવું છે. ભારતમાં રૃા. ૭૫૦૦૦ કરોડની મેડિકલ ડિવાઈઝની આયાત થાય છે. તેની સામે માત્ર રૃા. ૩૧૦૦૦ કરોડની મેડિકલ ડિવાઈઝની નિકાસ થાય છે. આયાત નિકાસ વચ્ચેનો આ ગાળો ઘટાડવા માટે પણ આયાત ડયૂટી વધારવી જરુરી છે. તેના થકી સ્થાનિક ઉત્પાદકોને પણ રક્ષણ મળશે. .