જામનગર નજીકના દરેડમાં ગઈકાલે એસઓજીએ દરોડો પાડી એક શખ્સને રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીફીલીંગ કરતો પકડી પાડ્યો છે. તેની પાસેથી ખાલી-ભરેલા ત્રણ બાટલા કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના દરેડમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં એક દુકાન પાસે રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીતે રીફીલીંગ કરાતું હોવાની બાતમી પરથી એસઓજીના સ્ટાફે ગઈકાલે સાંજે મોબાઈલ ની એક દુકાન પાસે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી દરેડ ગામમાં વસવાટ કરતો મૂળ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાનો સાજીદ તાહીરમીયા ખાન નામનો શખ્સ રાંધણગેસના બાટલાનું ગેરકાયદે રીફીલીંગ કરતો મળી આવ્યો હતો.