પોલો ગ્રાઉન્ડ ખાતે પતરાની ફેન્સીંગ ઊભી કરવાની કામગીરીમાં ખલેલ પહોંચાડી કોન્ટ્રાક્ટર તથા મજૂરો સાથે તકરાર કરનાર ૯ વ્યક્તિઓ વિરુદ્ધ નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલો કલબના મેનેજરે અરજીમાં કહ્યું હતું કે, પોલો ક્લબની માલિકીની જમીન પર આગામી નવરાત્રી તહેવાર અંતર્ગત પોલો ક્લબના ગરબા થતા હોય જેમાં વાહનોની પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે મેદાનમાં પતરાની ફેન્સીંગ ઊભી કરવાનું કામ ચાલી રહ્યું હતું. ગઈ તા. 21 ઓગષ્ટના રોજ સાંજના સમયે મેદાનમાં કોન્ટ્રાક્ટર તથા શ્રમિકો આ કામગીરી કરી રહ્યા હતા. તે વખતે કેટલાક લોકોએ આ કામગીરી રોકાવી ઝઘડો કર્યો હતો. જે આધારે પોલીસે નવ વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલા લીધા હતા. જેમાં ધનરાજ રાજેન્દ્રભાઈ કહાર, હિરેન સોમાભાઈ કહાર, મયુર રામભાઈ કહાર, સંતોષ લક્ષ્મણભાઈ કહાર, અમિત મુકેશભાઈ ખારવા, પરેશ ચેતનભાઇ કહાર, સાગર કાલકાપ્રસાદ કહાર, હાર્દિક કેતનભાઇ કહાર અને કિરણ નથ્થુભાઈ કહાર (તમામ રહે – નવાપુરા)નો સમાવેશ થાય છે.