Nikki Murder Case : દિલ્હીમાં શ્રદ્ધા જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં તેના પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ કરવામાં આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, પતિ વિપિને દહેજની માંગ કરવાની સાથે પાર્લર બંધ કરાવવા માટે પણ નિક્કી પર દબાણ કર્યું હતું. વિપિન અને તેના પરિવારને નિક્કીનું કામ પસંદ ન હતું. નિક્કી રીલ પણ બનાવી હતી, તેનો પણ પરિવાર વિરોધ કરતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પતિ-પત્ની વચ્ચે રીલ મામલે બોલાચાલી થઈ હતી.
નિક્કી રીલ બનાવતી હતી, તેમાં ખોટું શું હતું : પિતા
નિક્કીના પિતાએ કહ્યું કે, ‘રીલ બનાવવાના કારણે તેની હત્યા કરી હોવાની વાત ખોટી છે. તે પોતાના પાર્લરની રીલ બનાવતી હતી અને ઈન્ટાગ્રામ પર શેર કરતી હતી, જેનાથી તેને મદદ મળતી હતી. તેને મારી નાખવાની જરૂર કેમ પડી. જો તેમને વાંધો હતો તો તેઓ નિક્કીને મારા ઘરે મોકલી દેતા. હું મારી પુત્રીને મારી પાસે રાખત.’
નિક્કીની મોટી બહેન કંચને આક્ષેપ કર્યો છે કે, ‘સાસરાવાળાઓને દહેજમાં 36 લાખ રૂપિયા ન આપ્યા, તેથી નિક્કીની હત્યા કરવામાં આવી. તેણે મને કહ્યું હતું કે, તેઓ દહેજની માંગ કરીને તેને હેરાન કરતા અને માર મારતા હતા.
આ પણ વાંચો : દહેજ માટે પત્નીને જીવતી સળગાવી દેનારા વિપિન ભાટીને પોલીસે પગમાં ગોળી મારી, પિસ્તોલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ
ઈન્સ્ટાગ્રામ પર નિક્કીના 54,500 ફોલોઅર્સ
નિક્કી અને કંચન બંને મળીને ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ ચલાવીને પાર્લરનો પ્રચાર કરતા હતા. તેમના ઈન્ટ્રાગ્રામ પર કુલ 50,000થી વધુ ફોલોઅર્સ હતા. બંને બહેનોના જુદા જુદા એકાઉન્ટ પણ હતા. નિક્કીનું પ્રાઈવેટ એકાઉન્ટ હતું, જેમાં 1147 ફોલોઅર્સ હતા અને કંચનના 22000 ફોલોઅર્સ છે. નિક્કી અને કંચનના ડિસેમ્બર 2016માં એક જ પરિવારમાં લગ્ન થયા હતા. નિક્કીએ વિપિન સાથે અને કંચને તેના ભાઈ રોહિત ભાટી સાથે લગ્ન કર્યા હતા.
પોલીસે વિપિનનું એન્કાઉન્ટર કર્યું
દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોના સહિતની અનેક કિમતી વસ્તુઓ લીધી હોવા છતા જીવ ના ધરાતા પત્ની પર પતિ, તેના સાસરીયાવાળા અત્યાચાર કરતા રહ્યા. અત્યાચાર એટલો વધી ગયો કે અંતે તમામ લોકોએ મળીને પત્નીને જીવતી સળગાવીને તેની હત્યા કરી નાખી. આ હત્યાકાંડને લઇને અનેક રાજ ખુલી રહ્યા છે એવામાં ફરાર પતિ વિપિન ભાટી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસ એન્કાઉન્ટરમાં તેને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે મૃતક નિક્કીનો હત્યારો પતિ વિપિન ભાટી, સાસુ, સસરા અને ભાઈની ધરપકડ કરી લીધી છે.
નિક્કીનું મર્ડર કરનારા પતિને કોઈ પસ્તાવો નહીં
નિક્કીનું મર્ડર કરનારા આરોપી વિપિને કહ્યું કે, ‘મને આ ઘટનાનો કોઈ પસ્તાવો નથી. મે તેને નથી મારી, તે ખુદ મરી છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે, આ બહુ સામાન્ય વાત છે.’ જ્યારે પત્ની નિક્કી પર હુમલો કરાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘આરોપીઓએ પત્નીને આગ લગાવ્યા પછી ફેંકી દીધેલી જ્વલનશીલ પ્રવાહીની બોટલો મેળવવા માટે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે બોટલો મેળવી છે. જ્યારે વિપિને ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો.’
આ પણ વાંચો : ‘મને કોઈ પસ્તાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે’, નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન