Vadodara Theft Case : ડભોઇ વાઘોડિયા રિંગ રોડ ઉપર કેર ટેકર મહિલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.4.79 લાખ ઉપરાંતની મત્તા ચોરી ફરાર થઈ જવાનો બનાવ કપૂરાઈ પોલીસ મથકે નોંધાયો છે
શહેરના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ ઉપર આવેલ તીર્થક ટેનામેન્ટમાં રહેતા રોશન હેમનાની ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ છે. જ્યારે તેમના પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. રોશન હેમનાનીના સાસુની સાર સંભાળ માટે કેર ટેકરની જરૂરિયાત હોય તેમણે એજન્સીનો સંપર્ક સાંધ્યો હતો. તેમણે કેટેકર તરીકે ઉર્વીશા ચૌહાણ (રહે-રાજીવ નગર, ન્યુ વીઆઇપી રોડ)ને મોકલી હતી. 7 એપ્રિલના રોજ ઉર્વીશા જમવા માટે ગયા બાદ પરત ફરી ન હતી. સોનાનું કડુ ,સોનાનો હાર, સોનાની બુટ્ટી, સોનાની ચેન રોકડા રૂ.50 મળી કુલ રૂ.4,89,422ની મત્તા ચોરી થયાનું બહાર આવ્યું હતું. પતિ પત્ની ઘરે પરત ક્યારે ફરવાના છે તે બાબતે જાણકારી મેળવી સાસુ ઊંઘી જતા તકનો લાભ ઉઠાવી કેર ટેકર સામે ચોરીની આશંકાએ ફરિયાદ નોંધાવી છે.