– અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– બાળકી અવારનવાર ઘરે રમવા આવતી હતી, દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો
ભાવનગર : અલંગ પંથકમાં ૧૩ વર્ષની બાળકી પર ૫૯ વર્ષના આધેડે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધાનો બનાવ બન્યો છે. આ અંગે બાળકીની માતાએ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અલંગ પંથકની ૧૩ વર્ષની બાળકી પોતાના ગામમાં રહેતા મહેશગીરી મગનગીરી ગૌસ્વામી (ઉ.વ.૫૯)ના ઘરે અવારનવાર રમવા જતી હોય અને તે બાળકીને ભાગ પણ લઈ દેતો હોય, ગત તા.૨૫-૦૧-૨૦૨૫ ના રોજ બાળકી તેના ઘરે રમવા આવી ત્યારે એકલતાનો લાભ લઈ બાળકી સાથે શરીર સંબંધ બાંધી ધમકી આપી હતી. આ શખ્સે આવી રીતે બાળકી સાથે ત્રણ ચાર વાર શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દીધો હતો. આ અંગે બાળકીની માતાએ અલંગ પોલીસ મથકમાં મહેશગીરી મગનગીરી ગૌસ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ જેલહવાલે કર્યો છે.