વડોદરાઃ ગોરવા વિસ્તારમાંથી બે મહિના પહેલાં એક સગીરાનું અપહરણ કરવાનો બનાવ બન્યો હતો.જે બનાવ અંગે સગીરાના વાલીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ પત્તો લાગતો નહતો.આ પ્રકરણમાં અપહરણ કરનારનું નામ શેરૃ કાળુભાઇ પરમાર(પડાલીયા,લીમખેડા, દાહોદ) ખૂલ્યું હતું.
ફરાર આરોપીને શોધવામાં ક્રાઇમ બ્રાન્ચ પણ સામેલ થઇ હતી.આરોપી આજવા રોડ પર પંડિત દિન દયાળ હોલ પાસે હોવાની માહિતી મળતાં જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડયો હતો. આરોપીએ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ પણ આચર્યું હોવાથી તેની સામે બળાત્કાર બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે.ગોરવા પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.