વડોદરાઃ વડોદરા અને ભરૃચમાં દુકાનોના શટર તોડી ચોરીઓ કરનાર કેનેડા રિટર્ન આશાસ્પદ યુવકને આજે કોર્ટેે જેલમાં મોકલી આપ્યો છે.
સારાભાઇ કેમ્પસમાં બે દુકાનોના તાળાં તોડી ચોરીના કેસમાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ એમએસસી થયેલા ક્રિયેશ પ્રવિણભાઇ પટેલ (રહે. ખારવા કુવા ફળિયું, જલુંધ ગામ,તા. ખંભાત,જિ. આણંદ)ને ઝડપી પાડયો હતો.તેણે એક મોટરસાઇકલ પણ ચોરી હતી અને ભરૃચના મેડિકલ સ્ટોરમાં પણ ચોરી કરી હોવાની વિગતો ખૂલી હતી.
કેનેડા રિટર્ન યુવકની તેજસ્વી કારકીર્દી કેવી રીતે રગદોળાઇ ગઇ તેની વિગતો પણ પોલીસ કર્મીઓમાં ચર્ચાનો વિષય બની હતી. બે વર્ષ સુધી કેનેડામાં રહી સેટ થવાની તૈયારી કરતા યુવકે ડ્રાઇવિંગ દરમિયાન એક્સિડન્ટ કરતાં તેનું લાઇસન્સ રદ કરી ભારત પરત મોકલવામાં આવ્યો હતો.ભાઇ પાસે કોઇ મદદ નહિ મળતાં આ કૃત્ય કરવા મજબૂર થયો હતો.આજે તેના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા હતા.