Vadodara Gambling Raid : વડોદરામાં અજબડી મિલ પાસે એક મકાનની અગાશી પર જુગાર રમતી 7 મહિલાઓને સિટિ પોલીસે ઝડપી પાડી 45 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સિટી પોલીસને માહિતી મળી હતી કે, અજબડી મિલ ઠેકરનાથ સ્મશાન પાસે હરિકૃપા સોસાયટીના એક મકાનની અગાશી પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી,પોલીસે શી ટીમ સાથે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ ગઇ હતી. પોલીસે (1) ભાવિતાબેન સંજયભાઇ ગંગવાણી (રહે. હરિકૃપા સોસાયટી) (2) ભાવનાબેન મહેશભાઇ પંજાબી (રહે. લકુલેશ નગર, આજવા રોડ) (3) સીમાબેન રાજુભાઇ ખત્રી (રહે.કુબેર નગર, રબારી વાસ, અમદાવાદ) (4) વિનાબેન લક્ષ્મણદાસ દાદલાણી (રહે. માધવ નગર, આજવા રોડ) (5) મનિષાબેન અનિલભાઇ નાનકાણી (રહે. હરિકૃપા સોસાયટી) (6) ભાવનાબેન મુરલીભાઇ હરિયાણી (રહે. લકુલેશ નગર, આજવા રોડ) તથા (7) જ્યોતિબેન પરસોત્તમભાઇ ભોજવાણી (રહે. નવજીવન હાઉસિંગ બોર્ડ, આજવા રોડ) ની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે 4 મોબાઇલ અને રોકડા મળી કુલ 45,430 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.