Sabarkantha Rain : ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આજે (30 ઓગસ્ટ) ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ઉપરવાસ અને સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે હરણાવ અને બૂસી વડલી નદી બે કાંઠે વહેલા લાગી છે, ત્યારે વિજયનગર તાલુકાના સરસવ ગામની સ્કૂલમાં નદીના પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીમાં ફસાયેલા 25 જેટલાં વિદ્યાર્થીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઉપરવાસ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે સાબરકાંઠાના વિજયનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે હરણાવ નદીમાં પૂર જેવી સ્થિતિથી નદીના પાણી સરસવ ગામમાં પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં પાણીના પ્રવાહમાં વીજપોલ, શાળા અને આરોગ્ય વિભાગની દીવાલ ધોવાઈ હોવાનું જણાય છે.
આ પણ વાંચો: પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર
ધોધમાર વરસાદ અને નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી આવતાં જનજીવન ખોરવાયું હતું. જ્યારે કુદરતી આપત્તિમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે અને પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.