મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. ચાંદીમાં વિશેષ તેજી જોવા મળી હતી. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઉછળી રૂ.૯૯૦૦૦ને આંબી ગયા હતા. હવે રૂ. એક લાખના ભાવ પર ફરી બજારની નજર રહી હતી. વિશ્વ બજારમાં કોપરના ભાવ ઉછળતાં તેની પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૩.૪૮ વાળા ઉંચામાં ૩૩.૮૬થી ૩૩.૮૭ ડોલર સુધી બોલાયાના સમાચાર હતા.
દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૦૧૯થી ૩૦૨૦ વાળા આજે વધી ૩૦૩૨ થઈ ૩૦૨૬થી ૩૦૨૭ ડોલર રહ્યા હગતા. વિશ્વ બજાર પાછળ ઘઆંગણે ઝવેરી બજારોમાં ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જો કે નવી માગ ધીમી રહી હતી. ટ્રમ્પ દ્વારા ટેરીફ વિષયક છાશવારે બદલાતા અભિગમ વચ્ચે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા તથા અજંપો વધતાં વૈશ્વિક સોનામાં સેફ-હેવન સ્વરૂપની માગ વધી હતી.
દરમિયાન, અમદાવાદ બજારોમાં સોનાના ભાવા ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯૫ના રૂ.૯૦૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૭૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૭૪૦૦ વાળા રૂ.૮૭૪૩૯ જયારે ૯૯૯ના રૂ.૮૭૭૫૧ વાળા રૂ.૮૭૭૯૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૯૨૨ વાળા રૂ.૯૮૭૯૪ બોલાયા હતા.
વિશ્વ બજારમાં કોપરના ભાવ આ જે વધુ ૦.૯૩ ટકા વધ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૮૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૯૬૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ધીમી તેજી દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૫૦ વાળા ૭૩.૭૩ થઈ ૭૩.૬૪ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ વધી ૬૯.૭૫ થઈ ૬૯.૬૧ ડોલર રહ્યા હતા. અમેરિકામાં જોસ કે ક્રૂડતેલનો સ્ટોક લ૪૬ લાક બેરલ્સ વધ્યાના વાવડ હતા. દરમિયાન, ભારતમાં ઉત્તર-પ્રદેશમાં બલીયા જિલ્લામાં લાગરપલ્લી વિસ્તારમાં ક્રૂડતેલના મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હોવાનું ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું હતું.