Ganeshotsav 2025: વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે.ત્યારે શહેરના કેટલાક નાના મોટા ગણેશ મંડળો દ્વારા ઇકો ફ્રેન્ડલીની સાથે આર્થિક ખર્ચ ઓછો તેમજ વેસ્ટ માંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો રાજસ્થંભ પરિવાર દ્વારા સ્થાપિત ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જોવા માટે ઉત્સુક છે. કારણ કે, આ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં 200 કિલોગ્રામ વેસ્ટ કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગણેશજીની મૂર્તિ બનાવવામાં 3 મહિના લાગ્યા
મળતી માહિતી અનુસાર, વડોદરામાં રાજસ્થંભ પરિવાર દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ એક મહેલ જેવા પંડાલમાં બિરાજમાન છે, જે યુરોપિયન અને ભારતીય સ્થાપત્યનું મિશ્રણ દર્શાવે છે.
ગણેશોત્સવ માટે તૈયાર કરાયેલી આ અનોખી ગણેશજીની મૂર્તિ રાજસ્થંભ પરિવારની ત્રણ મહિનાથી વધુની મહેનતનું પરિણામ છે. આ પરિવાર છેલ્લા 35 વર્ષથી ગણપતિ સ્થાપનનું કામ કરી રહ્યો છે.