મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. ઈદના તહેવારોના કારણે બજાર બંધ હતી. જો કે બંધ બજારે સોનાના ભાવમાં વિશ્વ બજાર પાછળ રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૩૧૦૦ ડોલરની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજાર ઉછળતાં ઘરઈઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધઝુ ઉંચી જતાં તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે વિદાય લેતા નાણાં વર્ષના અંતિમ દિવસે સોનામાં રેકોર્ડ તેજી આગળ વધી હતી એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૮૦૦ ઉછલી ૯૯૫ના ભાવ રૂ.૯૩ હજાર પાર કરી રૂ.૯૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૯૩૫૦૦ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા.
જો કે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧ લાખના મથાલે જળ વાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૮૫થી ૩૦૮૬ વાળા નીચામાં ૩૦૭૬ થયા પછી ફંડોની વ્યાપક લેવાલી નિકળતાં ભાવ ત્યારબાદ સ્પ્રિંગની જેમ ઉછળી ઉંચામાં ભાવ ૩૧૦૦ પાર કરી ૩૧૨૭ થઈ ૩૧૨૨થી ૩૧૨૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા બીજી એપ્રિલ જાહેર કરવામાં આવનારી ટેરીફ વિષયક નવી જાહેરાતો પૂર્વને વિશ્વ બજારમાં સોનામાં સેફ હવેનસ્વરૂપની માગ વધ્યાના વાવડ હતા.
આ ઉપરાંત સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી પણ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં પણ હોલ્ડીંગ વધ્યાની ચર્ચા હતી. સોનામાં માર્ચ અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભાવમાં નોંધાયેલી વૃદ્ધી ૧૯૮૬ પછીની સૌથી મોટી ત્રિમાસિક વૃદ્ધી મનાઈ રહી હતી.
મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૯૦૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૩૫૦ બોલાયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૯૮૫૦ વાળા રૂ.૯૯૫૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૪.૧૨થી૪ ૩૪.૧૩ વાળા નીચામાં ૩૩.૮૯ તથા ઉંચામાં ૩૪.૪૬ થઈ ૩૪.૧૪ ૩૪.૧૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ નીચામાં ૯૮૩ તથા ઉંચામાં ૧૦૦૧ થઈ ૯૯૫થી ૯૯૬ ડોલર બોલાતા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૭૨ તથા ઉંચામાં ૯૮૭ થઈ ૯૮૨થી ૯૮૩ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૫ ટકા તૂટયા હતા. ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધી ઔંશના ૩૩૦૦ ડોલર સુધી પહોંચવાની શક્યતા જણાય છે.
દરમિયાન વૈશ્વિક ક્રૂડતેલ ઉંચકાયું હતું. બ્રેન્ટ ક્રકૂડના ભાવ બેરલના ૭૩.૬૩ વાળા ઉંચામાં ૭૪.૪૭ થઈ ૭૪.૧૭ ડોલ ર રહ્યા હતા. રશિયાથી ક્રૂડતેલની આયાત કરનારા દેશો સામે ટ્રમ્પ વધુ ટેરીફ નાંખશે એવી ચેકવણી ટ્રમ્પ દર્શાવ્યાના વાવડ હતા. ઈરાન સામે પણ ટ્રમ્પે ધમકી ઉચ્ચારી હોવાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આ જે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૮૫.૫૭ વાળા રૂ.૮૫.૪૫થી ૮૫.૪૬ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૪.૧૫ તથા નીચામાં ૧૦૩.૭૫ થઈ ૧૦૪.૦૬ રહ્યો હતો.