Deesa Fire: બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી પાંચ શ્રમિકોના મોત થઈ ચુક્યા છે. મોતનો આંકડો હજું વધી શકે છે.
આ પણ વાંચોઃ કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી આગમાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બાદમાં ગણતરીના સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફાયરની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભીર આરોપ
આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો.