– મોટી બોરુ ગામની સીમમાં
– દારૂની 3,924 બોટલો સાથે કન્ટેનર જપ્ત : બુટલેગરો ફરાર થઈ જતા કામગીરી સામે સવાલો
બગોદરા : મોટી બોરુ ગામની સીમમાં દારૂના કટિંગ વખતે રૂા. ૨૧.૬૩ લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું. બુટલેગરો બે વાહનોમાં દારૂ ભરી ફરાર થયા હોવાનું અનુમાન છે. ત્યારે કોઠ પોલીસે ડ્રાઈવર સહિત બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
કોઠ પોલીસે મોટીબોરુ ગામની સીમમાં દારૂના કટિંગ વખતે દરોડો પાડયો હતો. રેડ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી રૂા. ૨૧,૬૩,૬૦૦ની વિવિધ બ્રાન્ડની ૧૬૫ પેટીઓમાં કુલ ૩૯૨૪ બોટલ દારૂ મળ્યો હતો. ?પોલીસે દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જેમાં ટ્રક કન્ટેનર કિંમત ૪,૦૦,૦૦૦ અને ફોમના બોક્સ કિંમત ૧,૮૫,૨૯૪ મળીને કુલ રૂા. ૨૭,૪૮,૮૯૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ?આ મામલે અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમા રહે. વાગડ ગામ તા. ધંધુકા અને ટ્રકના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.