વન વિભાગ અને જીવરક્ષકોની ટીમે રેસ્ક્યું કરી જંગલ વિસ્તારમાં છોડી મુકી
સુરેન્દ્રનગર – મુળી તાલુકાના દિગસર ગામે મોડી રાત્રે એક નીલગાય અકસ્માત બાદ ગામના સબ સ્ટેશનની બાજુમાં વોકળામાં પડી હોવાની જાણ થતાં મુળી વન વિભાગની ટીમ તેમજ જીવરક્ષકો સહિતનાઓએ ભારે જહેમત બાદ નીલગાયનું સફળ રેસ્ક્યું કર્યું હતું અને સારવાર આપી સલામત રીતે જંગલમાં છોડી મુકવામાં આવી હતી.
મુળીના દિગસર ગામે મોડીરાત્રે એક નીલગાયને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં નીલગાય અકસ્માત બાદ દિગસર ગામના સબ સ્ટેશનની બાજુમાં આવેલ વોકળામાં પડી ગઈ હતી જેની જાણ નાઈટ પેટ્રોલીંગમાં રહેલ મુળી વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર સહિતની ટીમને થતાં ચાલુ વરસાદે ગામના જીવરક્ષકોની મદદથી ભારે જહેમત બાદ નીલગાયનું સફળ રેસ્ક્યુ કર્યું હતું તેમજ મુળી ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ સલામત રીતે સાયલા જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી.