Road Accident on Khedbrahma : ખેડબ્રહ્માના શ્યામનગર નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્ટેટ હાઈવે પર બાઇક અને ST બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ખેડબ્રહ્માના શ્યામનગર નજીક થયો હતો. વડાલી તાલુકાના દેલવાડા ગામના આશરે 35 વર્ષીય અલ્પેશકુમાર સરદારભાઈ ઠાકોર તેમના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલી ST બસના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્પેશકુમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
તેમની સાથે રહેલો અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને કારણે પદયાત્રીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.