અમદાવાદ,બુધવાર,16
એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ ઉપર
આવેલા પ્લોટ સહિત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ પ્લોટોનુ
વેચાણ કરી એક હજાર કરોડની આવક ઉભી કરાશે.૧૯ અને ૨૦ મેના રોજ ઈ-ઓકશન
કરાશે.સિંધુભવન પાસે આવેલા બે પ્લોટ વેચાણ
માટે મુકાશે.આ બે પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૫૨ લાખ ભાવ રાખવામાં આવ્યો
છે. આ બે પ્લોટના વેચાણથી મ્યુનિ.તંત્રને રુપિયા ૩૩૩ કરોડ આવક થવાનો અંદાજ છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
વિવિધ વિસ્તારમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ વેચાણથી આપવા
નિર્ણયલીધો છે.એસ.જી.હાઈવે ઉપર સિંધુભવન રોડ ઉપર, મોટેરા,થલતેજ, શીલજ, નિકોલ અને વટવા
સહિતના વિસ્તારમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ પ્લોટોનુ ઈ-ઓકશન કરાશે.૧૬ એપ્રિલથી
૧૫ મે-૨૫ સુધી રસ ધરાવતી કંપની,ડેવલપસ
ર્રજિસ્ટ્રેશન કરાવી શકશે.સિંધુ ભવન પાસે મેંગો હોટલની પાછળ આવેલા સૌથી મોંઘા
પ્લોટ વેચાણમાં મુકવામાં આવ્યા છે.એક જ ટી.પી.સ્કીમ અને ફાઈનલ પ્લોટમાં આ બંને
પ્લોટ આવેલા છે.અગાઉ આ બંને પ્લોટના વેચાણ માટે બેથી ત્રણ વખત પ્રયાસ કરાયા
હતા.પરંતુ કોઈ કંપની કે ડેવલપર્સ દ્વારા પ્લોટ લેવામાં આવ્યા નહતા.ચાંદખેડા અને
મોટેરામાં ત્રણ,સિંધુભવન
રોડ ઉપર બે, થલતેજ,વટવા,નિકોલ અને
શીલજમાં એક-એક એમ કુલ નવ પ્લોટ વેચાણ માટે મુકાયા છે.અગાઉ ચાંદખેડામાં સૌથી મોટો
પ્લોટ રુપિયા ૫૦૦ કરોડમાં વેચાયો હતો.ગત વર્ષે નહીં વેચાયેલા નવ પ્લોટને ફરીથી
વેચાણ માટે ઈ-ઓકશનમાં મુકવામાં આવ્યા છે.