૫૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના રોકાણકારોનો સંયુક્ત હિસ્સો ઘટયો
અમદાવાદ : શેરબજાર મૂડી નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આવી સ્થિતિમાં, યુવા પેઢીનો રોકાણ પ્રત્યેનો ઝુકાવ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે અને શેરબજારમાં ય્ીહઢ પેઢી (૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે જન્મેલા લોકો)ની ભાગીદારી પણ વધતી જોવા મળી રહી છે. બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધ્યક્ષ તુહિન કાંત પાંડેએ ઉદ્યોગના અંદાજોને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ એક તૃતીયાંશ રોકાણકારો શેરબજારમાં ભાગ લઈ રહ્યા છે.
પાંડેએ જણાવ્યું હતું કે, આ વલણ માત્ર ઔપચારિક નાણાકીય પ્રણાલીઓમાં વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરતું નથી પરંતુ લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ અને રાષ્ટ્રની આથક પ્રગતિમાં સમાવિષ્ટ ભાગીદારી માટે એક મહત્વપૂર્ણ તકનો સંકેત પણ આપે છે.