તારીખ 31 /3 /2025, સોમવાર ના રોજ મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં મહુવા શહેરના મહિલા નગર શ્રેષ્ઠીઓ તથા આગેવાન મહિલાઓના સાનિધ્યમાં બહુ જ ભવ્યતાથી ઉપરોક્ત વિષયક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જે સંદર્ભમાં આજના આધુનિક સમયમાં..
સ્ત્રી એટલે જીંદગીના રંગ મંચ પર દરેક ભૂમિકા રિહર્સલ વગર નિભાવતું ઈશ્વરનું અદભૂત સર્જન… સ્ત્રી એટલે વાત્સલ્ય… સ્ત્રી એટલે કર્તવ્ય… સ્ત્રી એટલે માંગલ્ય… જીવનના આ દરેક તબ્બકામાં પ્રગતિ કરતી સ્ત્રી આદ્યાત્મિકતામાં પણ પ્રગતિ કરી રહી છે.
જે પ્રગતિથી પરસ્પર સંપ, શાંતિ અને જીવનમાં ધર્મની ભાવના, આદ્યાત્મિકતા વધે એજ સાચી પ્રગતિ છે.
આજે વિશ્વવંદનીય સંત પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS બાલીકા, યુવતી અને મહિલાઓ પ્રગતિના પંથે પ્રયાણ કરી રહી છે
આ પ્રગતિની એક ઝલકને માણવા માટે મહુવાના મહિલા હરિભક્તો તથા આગેવાનો દ્વારા આ દિવસની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવેલી..!! આશરે 500 જેટલા મહિલા ભક્તો ની હાજરીમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સંવાદ , રાસ-ગરબા તથા સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતશ્લોકો ની મૌખિક સામૂહિક ગાન દ્વારા રજૂઆત કરવામાં આવેલી..!!
આ સમગ્ર સંમેલનમાં મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતા, સમાજસેવિકા શ્રી શિલ્પાબેન ગેડીયા, રાષ્ટ્રીય આહિર મહિલા વૃંદના અધ્યક્ષ શ્રી જાહલ બેન ભમ્મર, મ.ના મહેતા કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી તોરલબેન જાની તથા અન્ય આગેવાનોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ ની શાંતિપૂર્ણ ઉજવણી થયેલી અંતમાં સર્વે પ્રસાદ ગ્રહણ કરી , ધન્યતા અનુભવીને છૂટા પડેલા.